
ચોખાની ખુસ્કીની આડમાં ખેરના લાકડા લઈ જતી ટ્રક રાજપીપળા વન વિભાગે ઝડપી લીધી
ધરમપુર થી ઇન્દોર જતી ટ્રક માંથી ખેરનાં લાકડા અને ટ્રક.મળી રૂ.૧૨ લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો
જુનેદ ખત્રી : રાજપીપળા
રાજપીપળા વન વિભાગ દ્વારા ખેરનાં લાકડા ભરેલી ટ્રક પકડી ગુનો દાખલ કર્યો હતો મળતી માહિતી અનુસાર રાજપીપળા વન વિભાગના આર.એફ.ઑ. જીજ્ઞેશ સોની અને તેમની ટીમે બાતમીના આધારે ખુંટાઆંબા ગામના સ્મશાન પાસેથી પસાર થતી એક ટ્રક નં.MH.15.EF.3375 ને અટકાવી તેની તપાસ કરતા ટ્રકની અંદર ચોખા ની ખુસ્કી નાં પોટલાંની આડમાં ખેરના લાકડા સાંતળેલા નજરે પડ્યા હતા, ત્યારબાદ વન વિભાગની ટીમે ટ્રક ડ્રાઈવર ની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ટ્રક ધરમપુર થી ઇન્દોર લઈ જવાની હતી પરંતુ રાજપીપળા વન વિભાગે બાતમી મળતા આ બે નંબરી ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરી લીધો હતો.

આ લાકડા કોના હતા અને ઇન્દોર કોને આપવાના હતા એ બાબતે વન વિભાગ તપાસ કરી રહ્યું છે પરંતુ હાલ ટ્રક માંથી પકડાયેલા ખેર નાં છાલ કાઢેલા લાકડા નંગ.782 જેના ઘન મીટર 8.682 નાં લાકડા તેમજ ટ્રક મળી કુલ કિંમત રૂ.12 લાખ થતી હોય જે મુદ્દામાલ રાજપીપળા વન વિભાગે જપ્ત કરી ડ્રાઈવર ની વધુ પૂછપરછ કરી રહ્યું છે. ત્યારે રાજપીપળા વન વિભાગ ની સફળ કામગીરી સામે આવી છે.









