BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા નવીન ડામર રસ્તા બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.

બોડેલી તેમજ સંખેડા તાલુકાના ૧૨ ગામોમા નવીન રોડ બનાવવા પત્ર પાઠવી રજૂઆત

_________________________

પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પોતાના મત વિસ્તારમાં નવીન ડામર રોડ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં બોડેલી તાલુકાના ૧૧ માર્ગ અને સંખેડા તાલુકાનો ૧ આમ કુલ ૧૨ માર્ગ ને પાકા બનાવવા માટે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.આ તમામ રસ્તા અગત્ય ના હોઈ હાલ તમામ રસ્તા કાચા હોઈ જો તેને ડામરના બનાવવામાં આવે તો આર્થિક તેમજ સામાજિક રીતે વિકાસ થઈ શકે છે.અને ગામ લોકો એક ગામથી બીજા ગામમાં ટૂંકા અંતર થી પહોચી શકે છે.જેમાં બોડેલી અને સંખેડા તાલુકા ના કાચા માર્ગને પાકા ડામર રોડ બનાવવા માટે આ પ્રમાણે કામો સૂચવેલ છે રણભુનઘાટી થી અમલપુર, રણભુનઘાટી પ્રાથમિક શાળાને જોડતો માર્ગ, મોટીબુમડી નિશાળ ફળિયા એપ્રોચ રોડ, મોટીબુમડી થી પ્રતાપનગર, મણિનગર થી વણદા,નાનાઅમાદ્રા થી કડાછલા, નાનીવાંટ થી કુંદનપુર ભોરદા, ચલામલી થી નાનીવાંટ,ફેરકુવા થી કુંદનપુર, ફેરાકુવા થી ચલામલી, નાનાઅમાદ્રા થી કડાછલા આમ આ તમામ માર્ગ કુલ ૩૧.૭૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button