
૯-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
“જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, ત્યાં પવિત્રતા, ત્યાં દિવ્યતા, ત્યાં તંદુરસ્તી”
‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત અંજાર વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું.
અંજાર કચ્છ :- દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું કચ્છ – સ્વચ્છ કચ્છ” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૦૭/૦૧/૨૦૨૪, રવિવારના અંજાર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા જીના વરદહસ્તે અંજાર શહેરના હોસ્પિટલ રોડથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યું હતું. આ અભિયાનના પ્રારંભ પ્રસંગે નગર અધ્યક્ષ શ્રી વૈભવભાઈ કોડરાણી, ઉપપ્રમુખ શ્રી શિલ્પાબેન બુધ્ધભટ્ટી, શાસક પક્ષ નેતા શ્રી નીલેશભાઈ ગોસ્વામી, અશ્વીનભાઈ સોરઠિયા, શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ, દિગંતભાઈ ધોળકીયા, અમરીશભાઈ કંદોઈ, ડાયાલાલભાઈ રાઠોડ, વિનુભાઈ સોરઠીયા, વિજયભાઈ પલણ, ઈલાબેન ચાવડા, ગાયત્રીબા જાડેજા, કંચનબેન સોરઠિયા, માંડવીના વિશાલભાઈ ઠક્કર, કિશનસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, શહેર અને તાલુકા ભા.જ.પા નાં હોદ્દેદારશ્રીઓ, કાઉન્સીલર મિત્રો, સામાજીક આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ હેઠળ અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા.૧૮/૦૧/૨૦૨૪ સુધી સફાઈ કાર્ય હાથ ધરી ગામોને સ્વચ્છ બનાવવામાં આવશે. આ સંદર્ભે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી અને ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા જીએ ગામના સૌ નાગરીકો, પદાધિકારીઓ અને સામાજીક આગેવાનોને ‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ માં બહોળી સંખ્યામાં જોડાવવા અને આ અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યું છે.










