GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના ચિતવા ગામે દીપડાના હુમલા થી મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

રિપોર્ટર…
અમીન કોઠારી મહિસાગર

સંતરામપુર તાલુકામાં દીપડા ના ત્રાસ થી ગામડામાં ભયનો માહોલ…..

ચીતવા ગામે દીપડાના હુમલા થી એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત થયા.

 

 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકાના ચીતવા ગામે ગત રાત્રીના બે વાગ્યે ઢાળીયા માં આરામ થી પરીવારજનો સાથે નીંદર માણી રહેલ એક મહિલા પર અચાનકજ દીપડા એ ઢાળીયા માં ધુસી ને હુમલો કરતા સફાળી જાગેલી મહિલા ની બુમાબુમ થી ધરના અન્ય વ્યક્તિ ઓ જાગી જતાં બુમાબુમ થતાં પતિ બેટરી અને લાકડાનો ડંડો લઈને દોડીને દીપડા ના ઉપર માથામાં ને એમ ફટકા મારતા દીપડો ભાગી ગયેલ જેથી મહિલા નો બચાવ થવા પામેલ છે.

 

આ ઉપરાંત ચીતવા ગામે પારગી ફળીયામાં પણ દીપડા એ અગાઉ બળદ પર હુમલો કરી બળદને ઈજાગ્રસ્ત કરેલ હતો.

બીજા ગ્રસ્ત મહિલાના પતિના જણાવ્યા અનુસાર, ગત મોડી રાત્રે આશરે બે વાગ્યા દરમિયાન
અચાનક જ ધરના ઢાળીયા માં ધસી આવેલ દીપડા એ તેનો પંજો મહીલા કવિતાબેન રાજેશભાઈ કટારા નાં મોંઢા પર ને માથામાં મારતાં મહીલા ને ઈજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત મહિલાના જડબાના નીચે અને ઉપરના ભાગે મળીને આશરે 15 થી 20 જેટલા ટાંકા આવ્યા હોવાનું જણાવેલ છે.

ઈજાગ્રસ્ત હાલતમાં મહિલા ને સારવાર અર્થે પ્રથમ સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા ને પછી વધુ સારવાર અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલમા લઈ જવામાં આવી હતી અને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ ધટના સંબંધી સંતરામપુર પોલીસ મથકે ને જંગલ ખાતા ને પણ જાણ કરાતાં જંગલ ખાતા નો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયેલ ને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
સંતરામપુર પોલીસે આ ઘટનામાં હાલ જાણવા જોગ નોંધ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ આદમખોર દીપડા ને જબ્બે કરવા માટે ની ગ્રામજનો ની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે વનવિભાગ દ્વારા ત્વરીત જરૂરી કાર્યવાહી કરે ને દીપડા ને જબ્બે કરવા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગણી ઉઠી છે..

[wptube id="1252022"]
Back to top button