GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના નાની સરસણ અને મોટી સરસણ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના નાની સરસણ અને મોટી સરસણ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત

ગ્રામજનોએ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા કરી

મહીસાગર જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરી રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સંતરામપુર તાલુકાના નાની સરસણ અને મોટી સરસણ ગામે પહોંચતા સ્થાનિક ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા માટે સામૂહિક સંકલ્પબદ્ધ થયા હતા. મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ પેમ્પ્લેટ્સ, બેનરો દ્વારા ગ્રામજનોને સરકારની ફ્લેગશીપ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ઉભા કરવામાં આવેલા સ્ટોલ્સ દ્વારા પણ ગ્રામજનોની વિના મૂલ્ય આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ અંગેની માહિતી અને લાભ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ સહિતની તમામ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button