GUJARATNAVSARI

નવસારીના બીલીમોરામાંથી ચોરાયેલા સોનાના સિક્કા મધ્યપ્રદેશના મજૂરોના ઘરેથી મળી આવ્યા કિંમત..અધધ.

મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બંદર રોડ ઉપર આવેલ જુના મકાનના કાટમાળ માંથી મળી આવેલ સોનાના સીક્કાની ચોરી થઈ હોવાની ફરિયાદ કેસને ઉકેલી કાઢતી નવસારી એલ.સી.બી. પોલીસની  ટિમ…
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બંદર રોડ ઉપર આવેલ હવાબેન ઇમ્તીયાઝ બલિયાનો જૂનો મકાનનો  કાટમાળ કાઢવાનો અને કાટમાળ ઉતરતી વખતે જૂનો કોઈ પણ કિંમતી સમાન તેમજ કોઈ દસ્તાવેજ મળે તો મકાન માલિક ને આપવાનો રહશેની શરતે કોન્ટ્રાકટર સરફરાઝ હાજી કોરડીયા રહે.વલસાડને  કોન્ટ્રેક્ટ આપેલ હતું જે કામગીરીમાં તેઓ કાટમાળ ઉતરવા મધ્યપ્રદેશના મજૂરોને કામે લગાડ્યા હતા મજૂરો કામ કરતી વખતે જુના મકાનના લાકડાના મોભમાંથી જુના ઍતિહાસિક સોનાના નીચે પડતા તેઓ કોન્ટ્રેકટર સાથે મળી આ સિકકાઓ ભાગ બટાઈ કરી મજૂરો કામ છોડી મધ્યપ્રદેશ નાસી ગયા હતા.જે અંગેની ફરિયાદ મકાન મલિક હવાબેન ઈમ્તિયાઝ ભાઈ બલિયા એ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા નવસારી જિલ્લા પોલીસ એલર્ડ બની હતી.

*નવસારી પોલીસે કબ્જે કરેલા 199 નંગ સોનાના સિક્કા*

આ કેસની તપાસ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.કોરાટના માર્ગદર્શન અને સૂચનાથી એલસીબીના પીએસઆઇ વાય.જી.ગઢવી,એસ.વી.આહીર,આર.એસ.ગોહિલ તેમજ એસ.ઓ.જીના પીએસઆઈ એ.આર.સૂર્યવંશી મધ્યપ્રદેશ ખાતે ધામા નાખી આ કેસના આરોપીઓને મધ્યપ્રદેશના આલીરાજપોર જિલ્લાનાં સોન્ડવા ખાતેથી દબોચી લીધા હતા જેમાં આરોપી રમકુ બંશી બંગાળના ઘરેથી 24 સિક્કા જેની કિંમત 11,12,640/- તેમજ આરોપી રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા તથા તેની પત્નિ બજારીના ઘરે સંતાડી રાખેલ અલગ-અલગ સાલના સોનાના સીક્કા નંગ-175 કિ. રૂ.81,13,000 /- મળી તેઓ પાસેથી અંદાજીત 8 ગ્રામના 199 નંગ સિક્કા જેની હાલની કિંમત 92 લાખ 25 હજાર 640 રૂપિયાના સિક્કા કબ્જે કરી આ કેસમાં મધ્યપ્રદેશના  4 આરોપીઓ ધરપકડ કરી આઠ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા જેમાં (1) રમકુ પત્ની બંશી બંગાલ ભયડીયા જાતે ભીલાલા, ઉ.વ.47  (2 ) રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા જાતે ભીલાલા ઉ.વ.28 તથા (3) બંજારી પત્ની રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા જાતે ભીલાલા ઉ.વ.26. થાના-સોન્ડવા, જી.અલીરાજપુર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તમામ રહે.બેજડાગામ, ઉબલા-દગડા ફળીયા, થાના-સોન્ડવા, જી.અલીરાજપુર મધ્યપ્રદેશ તથા (5) સરફરાઝ હાજી કોરડીયા ઉ.વ.44 ધંધો.જુના કાટમાળનો વેપાર રહે.વલસાડની તા.26.12.2023 ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા 8 દિવસની પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી તેઓની પુછપરછ કરતા તેઓ બીલીમોરા મકાનમાંથી મળેલા સિક્કાઓમાં ભાગબટાઈમાં ડખો ઉભો થતાં પોલીસ ફરિયાદ મધ્યપ્રદેશ રાજ્યના સોન્ડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.ફરિયાદમાં એમપી પોલીસ 240 સિક્કા લઈ ગઈ હતી. આ કેસમાં મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓ સામે પણ ફરિયાદ નોંધાઇ હોવાની માહિતી નવસારી પોલીસે આપી હતી. મધ્યપ્રદેશ પોલીસ 240 સિક્કા લઈ ગઈ હતી.જેમાંથી 199 સિક્કા કબ્જે કરી આરોપીઓના 8 દિવસના  રીમાન્ડ મેળવી વધુની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button