DANGGUJARAT

Navsari: આગામી લોકસભા ચુંટણી અંતર્ગત બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ પોલીસ સજ્જ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા આહવા અને મહારાષ્ટ્રના જાયખેડા પોલીસ કર્મીઓ દ્વારા બોર્ડર ઉપર સંયુક્ત ચેકીંગ હાથ ધરાયુ

આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખી રાજ્યની બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સધન ચેંકીગ હાથ ધરવામા આવ્યુ છે.

ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એચ.પટેલ અને તેઓની ટીમ દ્વારા પુર્વ પટ્ટી વિસ્તારના ચિંચલી ઓપી ખાતે આવેલ બોર્ડર ચેંકિગ નાકા ઉપર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સંયુક્ત પોલીસની ટીમો દ્વારા બોર્ડર મિંટીગ, નાકાબંધી તેમજ વહાન ચેકીંગની પ્રકિયા હાથ ધરવામા આવી હતી.
આગામી દિવસોમા યોજાનાર લોકસભા ચુંટણી અંતર્ગત બન્ને રાજ્યોમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જિલ્લાના જાયખેડા પોલીસ સ્ટેશન સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચિંચલી બોર્ડર ઉપર બોર્ડર મિંટીગ યોજીને પોલીસ દ્વારા નાકાબંધી કરી સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button