GUJARATNAVSARIVANSADA

સિંણધઈ ગ્રામ પંચાયતના નવા મીટીંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ, વાંસદા

સિંણધઈ ગ્રામ પંચાયતના નવા મીટીંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

……..

આજ રોજ સિંણધઈ ગામે ૧૪ મુ નાણાંપંચ બચત ગ્રાન્ટમાંથી પંચાયતના મકાનના પ્રથમ માળે મીટીંગ હોલ બનાવવામાં આવ્યો હતો જેનું ગામના વરિષ્ઠ નાગરિક એવા પ્રકાશચંદ્ર છીતુભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપી આ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પ્રકાશચંદ્ર પટેલ તરફથી હોલમાં ખૂટતી સુવિધા જેવી કે ફર્નિચર,ટેબલ,ખુરશી, લોખંડના ઘોડા વગેરે ગ્રામ પંચાયતને દાનમાં આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક રાજુભાઈ પટેલ,તલાટી કમ મંત્રી,ગ્રામ પંચાયતના સભ્યો તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button