AHAVADANGGUJARAT

ડાંગ: આહવા તાલુકાના જામલાપાડા ગામે આતંક મચાવનાર ખુંખાર દીપડો આખરે પાંજરે પુરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ જામલાપાડા ગામ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે દીપડાએ આંતક મચાવ્યો હતો.બે ત્રણ દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં જામલાપાડા  (આવળિયામાળ )ગામ નજીક ઢોર ચરાવી રહેલ ગોવાળિયા પર એક ખુંખાર દીપડાએ હુમલો કર્યો હતો.આ હુમલાનાં પગલે ગોવાળિયાને ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.ત્યારે દીપડાનાં હુમલાને લઈને ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારની ટીમે દીપડાને પકડવા માટે ઠેર ઠેર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.આજરોજ મળસ્કે આ ખુંખાર  દીપડો પાંજરે પુરાતા સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો.હાલમાં ઉત્તર વન વિભાગનાં પશ્ચિમ રેંજ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને દૂરનાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button