
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા પોલીસને ચોક્કસ બાતમી મળતાં નકલી નોટ બનાવવાની પ્રિન્ટર મશીન અને 62 નંગ નકલી નોટ બજારમાં વટાવે તે પહેલાં જ સાથે ચીખલીના એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
નવસારી જિલ્લાના ચીખલીના યુવાનને મહેનત કર્યા વગર ભારતીય ચલણની બનાવટી છાપી કરોડપતિ બનવાના છેલછા ભારી પડી
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ ઇન્સપેક્ટરની સૂચના અને પરિણામ કારક કામગીરીના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમીના આધારે ચીખલી તાલુકાના તળાવચોરા ગામના મોટા ફળીયા ખાતે રહેતા તેજસકુમાર સુરેશભાઈ ચૌહાણના ઘરે એસ.ઓ.જી.ની પહોંચી હતી. જ્યાં
તેજશકુમાર સુરેશભાઇ ચૌહાણ ને કલર પ્રિન્ટર વડે બનાવેલ જુદા જુદા દરની બનાવટી ચલણી નોટો રૂપીયા ૨૦૦ ના દરની બનાવટી ચલણી નોટો નંગ-૫૬ તથા રૂપીયા ૧૦૦ ના દરની બનાવટી ચલણી નોટો નંગ – ૬ મળી કુલ ૬૨ બનાવટી ચલણી નોટ (જેની બજાર કી.૧૧,૮૦૦ તેમજ કલર પ્રિન્ટર નંગ ૧ જેની કિંમત ૫૦૦૦ અને અન્ય સામગ્રી મળી ૧૦૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પડ્યો હતો વધુની તપાસ પોલીસને સોંપવામાં આવી આ નકલી નોટો છાપી કોને આપવાનો હતો તેમજ આ કેસમાં અન્ય કોઈ ઈસમ સામેલ છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જાણવાં મળશે









