AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર અને વઘઈ તાલુકામાં ડસ્ટબિનનું બિલ અટકાવવા માટે ટીડીઓને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સૂબિર અને વઘઇ તાલુકા પંચાયત માં 15માં નાણાપંચ હેઠળ ખરીદાયેલ સ્ટેન્ડ વાળી ડસ્ટબીનની ખરીદીમાં એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને કામમાં નક્કર વેઠ ઉતારો કરવામાં આવતા વઘઈ અને સુબીર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને બિલ અટકાવવા માટેની માંગ કરવામા આવી હતી.સુબીર અને વઘઈ તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાની 20 % 15માં નાણાંપંચ માં ખરીદાયેલી સ્ટેન્ડ વાળી ડસ્ટબીનની ખરીદીમાં એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને કામમાં નક્કરી વેઠ ઉતારી ભ્રસ્ટાચાર આચરવામાં આવેલ છે. ત્યારે વર્ક ઓર્ડર મુજબની કામગિરી કરવામાં આવેલ નથી અને બજાર કરતા 5 ગણી વધારાના ભાવથી ખરીદવામાં આવેલ છે. ત્યારે  આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને બિલની ચુકવણી ન કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કોંગ્રેસનાં આગેવાન મનીષ મારકણાએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.તેમજ જો બિલ ચૂકવામાં આવશે તો  કચેરી ખાતે વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે…

[wptube id="1252022"]
Back to top button