
22 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દર વર્ષે માગસર સુદ એકાદશી ગીતા જયંતી તરીકે ઉજવાય છે. ગીતા જયંતી ની ઉજવણી પ્રસંગે આજરોજ તારીખ 22 12 2023 ના રોજ આદર્શ વિદ્યા સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાર્યક્રમ યોજાયો. સૌપ્રથમ ભગવદગીતા નું ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા શ્રીમદ્ ભગવદગીતા વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. વક્તવ્ય બાદ શ્રીમદ ભગવદ ગીતાના લોકોનું મુખપાઠ ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ સાંસ્કૃતિક વિભાગ સમિતિના શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ભગવત ગીતાનું જીવનમાં મહત્વ એ વિશે સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી ચિરાગભાઈ પંચાલે સુંદર ઉદાહરણો દ્વારા ભગવદગીતા નું મહત્વ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશભાઈ તરાલ દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે સુપરવાઈઝર શ્રી હરેશભાઈ પવાયા એ કાર્યક્રમના આયોજન બદલ અને કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધક ભાઈઓ બહેનો અને તમામ શિક્ષકોનો આભાર માન્યો.