
વિજાપુર નગરપાલીકા એ જુદાજુદા વિસ્તારો માં પાલીકા ના માલસામાન ની ચોરી થયા ની જાણવા જોગ ફરીયાદ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં શાકમાર્કેટ કોર્ટની સામેની પાલિકા દ્વારા બનાવેલ શાકભાજી ના વેપાર માટેની ઓટલા વાળી જગ્યાએ ફરતે મળેલ લોખંડ ની જાળી ઓ તોડીને કોઈ અજાણ્યા શખ્સ પુરુષ અને મહિલા ને લોખંડ જાળી તોડીને વેચાણ કરવા જતાં પહેલાં મૂકીને ભાગી ગયા બંને અજાણ્યા ઈસમો તેમજ પાલીકા ની સ્ટ્રીટ લાઈટ નો માલસામાન તેમજ ગટરો ઉપર લગાવેલ કાસ્ટિંગ કવર સહિત માલ સામાન ની ચોરી ની પોલીસ મથકે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મારફતે જાણવા જોગ ફરીયાદ નોંધાઇ છે પોલીસે અજાણ્યા પાલીકાના માલ સામાન ચોરી કરતી સક્રિય ટોળી ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે જોકે શાક માર્કેટ ની ઓટલા વાળી જગ્યાએ થી કેટલીક પડેલુ માલ સમાન યોગ્ય ઠેકાણે મુકવા અને ઉપયોગ કરવા માટે પાલીકા કરી હતી પાલીકા સૂત્રો માંથી મળેલી માહિતી મૂજબ અગાઉ પણ પાલિકા ની કેટલીક જુદીજુદી જગ્યાએ થી ચોરાયેલ માલસામાન ની ચોરી અંગે ફરીયાદ નોંધાઇ છે પોલીસે પાલિકા ની મળેલી જાણવા જોગ ફરીયાદ ના આધારે તપાસ હાથ ધરી છે





