
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી અંતરિયાળ ગામના નાના ભૂલકાઓને આવી કડકડતી ઠંડીમાં રક્ષણ મળે તેને લઇ સ્વેટર વિતરણ કર્યા 
અંતરિયાળ ગામના નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32F1 રીજીયન આઠ ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ સીટી અંતરિયાળ ગામના નાના ભૂલકાઓને આવી કડકડતી ઠંડીમાં રક્ષણ મળે અને નિયમિત શાળામાં અભ્યાસ કરી શકે તેવા શુભ આશયથી દાતા જયેશભાઈ ની યાદ માં વસંતભાઈ કારેલીયા ડલાસ યુ.એસ.એ દ્વારા પ્રોજેક્ટ ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા હસ્તે કાળા ખેતર વર્ગ પ્રાથમિક શાળા તરવડીયા હિંમત અને સેલોત ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ભંભોરી
ના બાલવાડી અને ધોરણ એક ના આશરે 80 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું જેમાં આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલ આચાર્યા મતિ નીતીક્ષાબેન પટેલ, ઉમંગભાઈ દરજી ,ધર્મેશભાઈ લાલપુરીયા ,સમીરભાઈ ચૌધરી સી.આર.સી બળવંતભાઈ રાઠોડ બંને શાળાના આચાર્ય ,શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા









