AMRELISAVARKUNDALA

સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ઉજવાશે.

સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ઉજવાશે.
સાવરકુંડલા તા 16

યોગેશ કાનાબાર રાજુલા


  • સાવરકુંડલામાં આગામી તા. ૧૯/૧૨/૨૦૨૩ ના મંગળવારના રોજ સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ ભવ્યરીતે ઉજવાશે જેમાં સવારે મંગળાઆરતી, સમાધીપૂજા, ધ્વજારોપણ કરવામાં આવશે. ત્યારબાદ લાખાભગતના શિષ્યશ્રી વિહાભગતની જગ્યા બગડાવાસ કે જયાં લાખાભગતના ચરણોરૂપે મોજડીના દર્શન કરી પરત સમાધીસ્થાને આવશે. જેમાં સંતો મહંતોની વિશેષ હાજરી હશે. મહાપ્રસાદનું આયોજન સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવેલ છે જયારે સંતવાણી રાત્રે ૧૦ વાગે રાખેલ છે જેમાં હેમંતભાઈ પરમાર, નરશીભાઈ સોલંકી, મોહનબાપુ જેવાં નામાંકિત ભજનીકો અલખનો આરાધ કરશે. જે આપાલાખાની જગ્યાના મહંત શ્રી નાનજી ભગતની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button