GUJARATLUNAWADAMAHISAGAR

શિક્ષણ મંત્રીના અધ્યક્ષતામાં કડાણા તાલુકાના સરસડી પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરાયું

આસીફ શેખ લુણાવાડા

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં કડાણા તાલુકાના સરસડી પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરાયું

’વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે’ : મંત્રી

મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે આજ રોજ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સરસડી પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારે મહિલાઓની ચિંતા કરી ઉજ્વલા યોજના અમલમાં મૂકી છે. જેમાં નિ:શુલ્ક ગેસ કનેક્શન આપી ગામડાંની અનેક મહિલાઓને ચૂલાના અસહ્ય તાપ અને ધુમાડાથી મુક્તિ આપી છે. તેમજ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને ૧૨૫૦ રૂપિયાની નાણાંકીય સહાય આપી તેઓને આર્થિક ટેકો આપ્યો છે.

આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button