GUJARATMAHISAGARSANTRAMPUR

અહો આશ્ચર્યમ્ હવે ગુજરાતની એસટી બસોમાં પણ ઇંગ્લિશ દારૂની હેરાફેરી

રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર….

અહો આશચર્યમ્….

હવે ગુજરાતની એસટી બસોમાં પણ ઇંગ્લિશ દારૂની હેરાફેરી…

ડુંગરપુર થી દાહોદ જતી એસટી બસમાં મુસાફર બની સ્કૂલ બેગમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા આઠ ઈસમો ઝડપાયા….

ડુંગરપુર થી દાહોદ જતી એસટી બસમાં દારૂ લઈ જતા મુસાફરોને સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યા છે.

 

 

સંતરામપુર પોલીસને બાતમી મળેલ કે ડુંગરપુર થી દાહોદ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસમાં મુસાફરો દ્વારા સ્કૂલબેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે….

સંતરામપુર પોલીસ સ્ટાફ રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હોય તેમને બાતમી મળતાં સંતરામપુરના હરસિધ્ધિ માતાના મંદિર પાસેના વળાંક આગળ ડુંગરપુર થી દાહોદ જતી એસટી બસને રોકીને તપાસ કરતા તેમાં આઠ યુવાનો સ્કૂલબેગમાં ઇંગલિશ દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા તેમની પાસે થી 155 દારૂની બોટલો અને આઠ મોબાઇલ ફોન સહિત કુલ 83,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button