*ખાંભા ટાઉન વિસ્તારમાં ખોવાયેલ સોનાનુ બ્રેસલેટ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- નું CCTV કેમેરાની મદદ તેમજ હ્યુમન સ્ત્રોતથી શોધી આપી મુળ માલીકને પરત અપાવતી ખાંભા પોલીસ ટીમ

*મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી. ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામા બનતા મિલ્કત સબંધીત ગુમના બનાવમાં ત્વરિતપણે પગલાં લઇ ગુમ થયેલ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં સુચના આપેલ હોય, જે અન્વયે *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ* નાઓએ જિલ્લાના જુદા જુદા પો.સ્ટે વિસ્તારમાં લોક ભાગીદારીથી લગાડેલ CCTV કેમેરાઓની મદદથી ચોરી,વાહન અકસ્માત જેવાં બનાવો બને ત્યારે CCTV કેમેરાના ફુટેઝ ચેક કરી આવા બનાવો ઉકેલી નાગરીકોને મદદરૂપ થવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
ગઇ તા.૦૨/૧૨/૨૦૨૩ ના રોજ જયસુખભાઇ લાલજીભાઇ સરવૈયા રહે.રાજુલા વાળાની દિકરી પાલીતાણા મુકામે સાસરે હોય અને તેઓ ધારી મુકામે સફારી પાર્કમાં ફરવાં માટે ગયેલ હોય અને ત્યાંથી પરત ફરતી વખતે ખાંભા મુકામે ’’ખોડીયાર રેસ્ટોરેન્ટ’’ માં નાસ્તો કરવાં માટે ગયેલ હોય,આ દરમિયાન અરજદારની દિકરી ધ્રુવીબેને પોતાના હાથમાં પહેરેલ સોનાનું બ્રેસલેટ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- પડી ગયેલ હોય જેથી આ બાબતે તેઓએ ખાંભા પોલીસને જાણ કરેલ.
જે અન્વયે *ધારી સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ સાહેબ* ના જરૂરી માર્ગદર્શન હેઠળ *ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી કે.ડી.હડીયા સાહેબ* નાઓએ પોલીસ સ્ટાફને બનાવ સમયના CCTV ચેક કરવાં અને અરજદારનું ખોવાયેલ સોનાનું બ્રેસલેટ પરત અપાવવાં માર્ગદર્શન આપેલ હોય,જે આધારે ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા પોલીસ સ્ટાફે ’’ખોડીયાર રેસ્ટોરેન્ટ’’ જઇ પુછપુરછ કરી અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેઝ તેમજ હ્યુમન સ્ત્રોત ઉભા કરી તે આધારે ગીર સોમનાથ જિલ્લામાંથી બોલેરો ચાલકને શોધી કાઢી તેની પુછપુરછ કરતાં તેઓ પાસે સોનાનું બ્રેસલેટ હોવાનું જણાવેલ.આ સોનાનું બ્રેસલેટ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- નું જયસુખભાઇની દિકરી ધ્રુવીબેનનું હોવાની ખરાઇ કરી તેઓને પરત કરવામાં આવેલ છે.
આમ અમરેલી જિલ્લાના જુદા જુદા પો.સ્ટે વિસ્તારમાં લોક ભાગીદારીથી લગાડેલ CCTV કેમેરાઓની મદદ તેમજ હ્યુમન સ્ત્રોત આધારે અરજદાર જયસુખભાઇની દિકરીનું ખોવાયેલ સોનાનું બ્રેસલેટ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- પરત ગોતી આપી, *પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે* તે સુત્રને સાર્થક કરેલ હોય અરજદાર જયસુખભાઇએ ખાંભા પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
આ કામગીરી *ખાંભા પો.સ્ટેના પો.સબ.ઇન્સ. શ્રી કે.ડી.હડીયા સાહેબ* ની સુચના અને માર્ગદર્શની હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ કોન્સ. ભવદિપભાઇ દેવકુભાઇ વાળા પો.કોન્સ વિરેનભાઇ મધુભાઇ ગડથલીયા તથા પો.કોન્સ કુમેશભાઇ બધાભાઇ શિયાળ તથા ખાંભા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.









