GUJARATJUNAGADHKESHOD

કેશોદ ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડ કરતા વધુ રકમ મળી છે તેના વિરોધમાં પ્લે કાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિમાં રહી દેખાવ કર્યો

કોંગ્રેસના રાજ્યસભા ઝાંરખડના સાંસદ ધીરજ સાહૂ અને તેના સમગ્ર જૂથ પર ઇન્કમટેક્ષના દરોડામાં અત્યાર સુધી તેમની પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ મળી છે. અને આ આંકડો અટકવાનું નામ નથી લેતો. ઝાંરખડ,ઓડીશા,અને કોલકતામાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે આવકવેરા વિભાગે ધીરજ સાહુના અડધો ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ કેશોદ શહેર તથા તાલુકા ભાજપ પરિવારના તમામ હોદેદારો તથા કાર્યકરોએ સાથે મળી ભ્રષ્ટાચાર સામે વિરોધ વ્યક્ત કરીયો અને કેશોદ મુકામે, સરદાર ચોક ખાતે પ્લે કાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિમાં રહી દેખાવ કર્યો હતા તથા રેલી કાઢી આમજનતા ને જાગૃત કરવામાં આવ્યા હતા

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button