કેશોદ તાલુકાકક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનું આજરોજ પી.વી.એમ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું

કેશોદ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ,અને ગુજરાત સરકાર તથા કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ કચેરી જુનાગઢ દ્વારા કેશોદ તાલુકાકક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન પી.વી.એમ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે કરવામાં આવ્યું આવ્યું હતું જેમાં કેશોદ તાલુકાની ૩૫ જેટલી શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો આજના આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ ૧૪ જેટલી કૃતિઓ છે તેમજ આ સ્પર્ધામાં જે વિજેતા ખેલાડીઓ છે આગામી દિવસોમાં જીલ્લા,પ્રદેશ અને રાજ્યકક્ષાએ જુનાગઢ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને આજે ગરબાની વિશ્વ હેરીટેજ લેવલે ગણના થઇ છે ત્યારે સરકારશ્રી ને કલા મહાકુંભ ને અભિનંદન પાઠવવામાં આવ્યા.આજના આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્કુલના મેનેજીંગ ટ્રષ્ટિ સી.ડી.લાડાણી સાહેબ,નગરપાલિકના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા,પ્રવીણભાઈ ભાલારા,ભનુભાઈ, ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા










