
તા.૦૯.૧૨.૨૦૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના બોરવાની પ્રાથમિક શાળા ધોરણ.૧ ના 50 વિધાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્રારા નાના બાળકોને સ્વેટર વિતરણ કર્યા
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન રીજીયન 8 અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત દાતાશ્રી જયેશભાઈ ની યાદ માં વસંત કારેલીયા અને કામિનીબેન રાંદેરી દ્વારા પટેલ ફળિયા બોરવાની પ્રાથમિક શાળામાં બાલ વાડી અને ધોરણ એક ના 50 નાના ભૂલકાઓને કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવે અને નિયમિત શાળામાં આવી પોતાનો અભ્યાસ કરે તે શુભ હેતુથી સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા , ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને ખજાનચી તેમજ પ્રોજેક્ટ કોર્ડીનેટર લાયન કમલેશ લીંબાચીયા, કામિનીબેન રાંદેરી અને ઉમંગભાઈ દરજી ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચ ,વાલીગણ ,શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા









