
ભારત સરકાર પુરસ્કૃત મોબાઇલ વેટરનરી યુનિટ પ્રથમ ફેઝને પ્રસ્થાન કરવતા જિલ્લા પંચાયતના પ્રમુખ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પશુ સારવાર અને પશુ આરોગ્યની કામગીરી માટે માંગરોળ તાલુકાના આરેણા ગામ અને તેની આજુબાજુના ૧૧ જેટલા ગામડાઓને સાંકળીને એક ક્લસ્ટર બેઈઝ પશુ ચિકિત્સા યુનિટ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના આરેણા ગામે યુનિટનું મુખ્ય મથક રહે અને આજુબાજુના ગ્રામનાં જેવાં કે શાહપુર, મોટા કોટડા, નાના કોટડા, ઉસેનાબાદ, ખોડાદા, શેપા, શેખપુર, ઢેલાણા, વીરપુર અને સકરાણા ગામોમા રહેતા પશુપાલકોના પશુઓના આરોગ્યની સંભાળ લેશે અને એની ચિકિત્સા માટે સતત કાર્યરત રહેશે. જો કોઈ પશુને ઈમરજન્સી સારવારની જરૂર પડશે તો તેઓ ૧૯૬૨ મા કોલ કરી હતી ઉપરોક્ત ૧૨ ગામોના પશુપાલકોના પશુઓને આકસ્મિક બીમારી સંદર્ભે સારવાર આપવામાં આવશે
પશુ ચિકિત્સા યુનિટ જ્યારે માંગરોળ ખાતે પહોંચ્યું ત્યારે માંગરોળનાધારાસભ્યએ આ પશુ સારવાર યુનિટને આરેણા ખાતે જવા રવાના કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ ડાભી, અગ્રણી પરબતભાઈ મેવાડા, ભગવાનભાઈ મોરી, ગામડાના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ .વિરલ આહીર તેમજ ડો. દિલીપ પાનેરાએ કેન્દ્ર પુરસ્કૃત પશુ સારવાર યુનિટની ફાળવણી થતાં આરેણા અને આજુબાજુના ૧૧ જેટલા ગામોને પશુ ચિકિત્સા માટે વધુ સારી સાધનિક સુવિધા ઉપલબ્ધ થવાની વાત રજૂ કરી હતી.





