AMRELIRAJULA

રાજુલા મહિલા કોલેજમાં સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

યોગેશ કાનાબાર રાજુલા

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કોલેજ (એન.એસ.એસ.વિભાગ) તથા જનરલ હોસ્પિટલ રાજુલાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય કિશોર- કિશોરી સ્વાસ્થ્ય સેમિનાર”નું આયોજન થયેલ.

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કોલેજ,રાજુલા ખાતે તા.07/12/2023 ના રોજ “રાષ્ટ્રીય કિશોર- કિશોરી સ્વાસ્થ્ય સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું.જેમાં જનરલ હોસ્પિટલ રાજુલાના અધિક્ષક સાહેબ શ્રી ડો.હરેશભાઈ જેઠવા, શ્રી રાજેશભાઈ રાઠોડ, શ્રી પ્રતિમાબેન સારીખડા તથા શ્રી નેહલ કલસરિયા અતિથિવિશેષ તરીકે પધારેલા.તેમજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીગ્નેશભાઈ વાજા,કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ, ,સલાહકાર સમિતિના સભ્ય શ્રી ગિરધરભાઈ ઉનાગર, અધ્યાપક ગણ તથા વિદ્યાર્થીની બહેનો આ તકે બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં અતિથિવિશેષ નું શાબ્દિક સ્વાગત તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કેમ્પસ ડાયરેક્ટરશ્રી ના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ ડો.જેઠવા સાહેબ શ્રીએ આરોગ્ય વિષયક માહિતી આપેલ.શ્રી રાજેશભાઈ રાઠોડ દ્વારા ટીબી વિશે વિદ્યાર્થીની બહેનોને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ કરેલ.પ્રતિમાબેન સારીખડાએ (એચ.આઇ.વી)એઇડ્સ વિશે જેમાં તેના લક્ષણો, તેનાથી કેવી રીતે બચી શકાય દરેક બાબત વિશે માહિતી આપી.ત્યારબાદ નેહલબેન કલસરિયા એ હિમોગ્લોબીન વિશે વાત કરી જે વિદ્યાર્થીનીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
કોલેજ પરિવાર વતી જનરલ હોસ્પિટલના સ્ટાફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ તકે સંસ્થાના સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ તથા પ્રિન્સિપાલ શ્રી ડો.રીટાબેન રાવલે શુભેચ્છાઓ પાઠવી હતી .સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.સનાબેન લાખાણી એ કરેલ.

[wptube id="1252022"]
Back to top button