
સરકારી યોજનાઓની ઉત્તમ માહિતી લોકો સુધી પહોંચાડવાનું આદર્શ માધ્યમ એટલે પત્રકારત્વ: પ્રમુખશ્રી કે.ડી.ચંડોલા ડિજિટલ માધ્યમને હરિફ નહીં પણ પૂરક પરિપ્રેક્ષ્યમાં જોવાઅને પડકારો સામે સજ્જતા કેળવવા અપાયું માર્ગદર્શન
ગીર સોમનાથમાં ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સભ્યોનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નેશનલ પ્રેસિડન્ટ કે.ડી.ચંડોલા, સ્ટેટ પ્રેસિડન્ટ મયુર બોરિચા, નેશનલ જનરલ સેક્રેટરી શંકર કતિરા સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનના એસોસિએશનના પ્રમુખ અને સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે. જેમાં મુદ્રણ માધ્યમ તરીકે વર્તમાનપત્રો, મેગેઝિન, શ્રાવ્ય માધ્યમ તરીકે રેડિયો અને દ્રશ્ય માધ્યમ તરીકે ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે. ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે યોજાયેલા સેમિનારમાં નેશનલ પ્રેસિડન્ટ કે.ડી.ચંડોલાએપત્રકારત્વઅનેસમાજમાંપત્રકારોનીજવાબદારીપૂર્વકની ભૂમિકા બાબતે જાણકારી આપી સંગઠનનું મહત્વ અને પત્રકારત્વના નૈતિક મૂલ્યો વિશે માહિતગાર કર્યા હતાંજ્યારે નેશનલ જનરલ સેક્રેટરી શંકર કતિરાએ પત્રકારત્વને સમાજનો અરિસો ગણાવી અને સરકારી યોજનાઓની ઉત્તમ માહિતી લોકો સુધી પહોંચાડવાનું આદર્શ માધ્યમ ગણાવ્યું હતું અને પત્રકારિતામાં આવતા પડકારો તેમજ ડિજિટલ માધ્યમ સામે વર્તમાનપત્રોના ફેલાવાના પડકાર વિશે પણ વિસ્તૃત રીતે સમજ આપી હતી.ગુજરાતના આંગણે પધારેલા પત્રકારત્વ જગતના લોકોએ સોમનાથ મંદિર ઉપરાંત ગીતામંદિર, રામમંદિર તેમજ ત્રિવેણી ઘાટ સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ગુજરાતના આ મહત્વપૂર્ણ સ્થળ વિશેની જાણકારી મેળવી હતી અને ભગવાન સોમનાથના દર્શન કરીને તેમણે ધન્યતાની અનુભૂતિ કરી હતી. આ તકે તમામ સભ્યોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.આ તકે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ કન્વીનિયર દિપકભાઈ કક્કડ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ વિવિધ પ્રિન્ટ માધ્યમોના પ્રતિનિધિ ઓ તેમજ સ્થાનિક પત્રકારઓ અને મિડિયાના તજજ્ઞો ઉપસ્થિત રહ્યાં હતાં.
વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










