
રાજકોટના મહિલાનું રૂ. ૩૨૦૦૦ નું પર્સ જૂનાગઢમાં ખોવતા ગણતરીની કલાકોમાં શોધી આપતી નેત્રમ શાખા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા ખાસ સૂચના કરવામાં હોય.
જે અનુસંધાને નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, પો.કોન્સ. પાયલબેન વકાતર, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ સતત પ્રયત્નશીલ હોય, ત્યારે રાજકોટના અરજદાર પુજાબેન પીન્ટુભાઇ વાઘેલાએ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જણાવેલ કે તેઓ રાજકોટના વતની હોય અને લગ્નપ્રસંગ સબબ જૂનાગઢ આવેલ હોય, અને પ્રસંગ પૂર્ણ કરી સરદાર પટેલ ભવનથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનું પર્સ ખોવાયેલ હોય, અને એ પર્સમાં ૧.૫ ગ્રામની સોનાની બુટ્ટી, VIVO કંપનીનો Y5 મોબાઇલ ફોન સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૩૨,૦૦૦ ની કિંમતનું પર્સ હોય, જે પર્સ બસ સ્ટેશન ઉતર્યા ત્યારે એ પર્સ તેઓ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ છે. જેથી તેમણે આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સામાન મળેલ નહિ પર્સમાં સોનાની બુટ્ટી તથા મોબાઇલ ફોન હોય જે મોબાઇલ ફોનમાં જરૂરી ડોક્યુમેન્ટસ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયા હતા.
જેથી જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પુજાબેન જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરેલ અને પુજાબેન પોતાનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલી ગયા હોવાનું જણાવેલ હોય, જેથી તેના આધારે GJ 18 AY 0259 નંબરની રીક્ષા શોધી કાઢી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ. ત્યારે જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પુજાબેન વાઘેલાનું પર્સ ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું હતું, ત્યારે પુજાબેન વાઘેલાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.





