DAHOD CITY / TALUKOGUJARAT

દે.બારીયાની શ્રી જે એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ-2023ની ઉજવણી કરાઇ

તા.૦૨.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadh bariya:દે. બારીયાની શ્રી જે એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ-2023ની ઉજવણી કરાઇ

 

આજ રોજ જે.એસ.ચૌહાણ હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદયકુમાર તિલાવત અને જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અધિકારીશ્રી ડૉ આર.ડી પહાડિયા સાહેબશ્રી,તાલુકા આરોગ્ય અધિકારી કલ્પેશ બારીઆ સાહેબના માર્ગદર્શન હેઠળ SDH,દેવ.બારીઆ ના અધિક્ષક ડૉ રહીમ મેમણ સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને SDH, દેવગઢ બારીયા ખાતે આજ રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે HIV એઇડ્સ જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન ICTC વિભાગના ICTC કાઉન્સિલરશ્રી પંકજ બારીઆ અને લેબ.ટેકનીશિયનશ્રી ગિરીશ રાઠવા તેમજ સમગ્ર SDH, દેવ.બારીઆના સ્ટાફ તેમજ આર.કે.એસ.કે, ટીબી,લેપ્રોસી,લિંક વર્કર સ્કીમના સ્ટાફ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં એસ.આર.હાઈસ્કૂલ અને શ્રી એમ.સી.મોદી હાઈસ્કૂલમાં કાઉન્સિલરશ્રી દ્વારા IEC અને HIV એઇડ્સ વિશે હાજર રહેલ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.અને ત્યાર બાદ સુક્રવારી હાટ બજાર માં IEC અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું

તથા સાંજે નર્સિંગ ANM school ના વિદ્યાર્થીનીઓ તેમજ હોસ્પીટલ નો અન્ય સ્ટાફ દ્વારા HIV/AIDS થી મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે કેન્ડલ પ્રગટાવી શાંતી પ્રાથના સભા કરવામાં આવી.

આર.કે.એસ.કે, ટીબી,લેપ્રોસી,લિંક વર્કર સ્કીમના સ્ટાફ દ્વારા પોતાના અલગ અલગ પ્રોગ્રામ નો પરિચય આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button