GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ.રેલવે અ”વાદ ડીવી.–AIDS-ને કહો રૂકજાવ 

પ.રેલવે અ”વાદ ડીવી.–AIDS-ને કહો રૂકજાવ 

મદાવાદ મંડળ પર વિશ્વ એઈડ્સ દિવસના ઉપલક્ષમાં     સ્વાસ્થ્ય જાગરૂકતા કાર્યક્રમનું આયોજન

અમદાવાદ( ભરત ભોગાયતા)

પશ્ચિમ રેલવે મેડિકલ વિભાગ અમદાવાદ મંડળ દ્વારા તારીખ 01.12.2023 ના રોજ   વિશ્વ એઈડ્સ દિવસના અવસર પર મેડિકલ વિભાગ દ્વારા હેલ્થ યુનિટ અમદાવાદથી રેલવે સ્ટેશન અમદાવાદ સુધી રેલી કાઢવામાં આવી જેમાં ચીફ મેડિકલ ઈનસ્પેક્ટર શ્રીમતી કવિતા મેનન અને શ્રી આલોક અગ્રવાલ એ ઠેકઠેકાણે વિશ્વ એઈડ્સ દિવસથી સંબંધિત પેમ્ફ્લેટનું વિતરણ કર્યું.

અમદાવાદ રેલવે સ્ટેશન સંકુલમાં એક નંબર પ્લેટફોર્મ થી કોનકોર્સ હોલ સુધી જાગરૂકતા રેલી કાઢવામાં આવી. અમદાવાદ સ્ટેશનના કોનકોર્સ હોલમાં સ્ટેશન પર આવતા જતા લોકો માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 800 થી 900 લોકોએ આ પ્રદર્શનને જોયું. લોકોને પેમ્ફ્લેટ અને પ્રદર્શન મારફતે આ બીમારી જણાવવામાં આવ્યું. આ ક્રમમાં મંડળ રેલવે મેનેજર ઓફિસમાં સફાઈ કર્મચારીઓ માટે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તેમને આ બીમારીથી સંબંધિત માહિતી આપવામાં આવી અને તેમનાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. 

એચઆઈવી અને એઈડ્સ એક મોટી સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા છે. ડૉ. રશ્મિ વર્મા, કાલુપુર હેલ્થ યુનિટ દ્વારા એઈડ્સ બીમારીને કારણે, તેનાથી બચવાના ઉપાય અને સારવારની રીતો વિશે મહત્વની માહિતી આપવામાં આવી. સાથે જ રેલવે પેરામેડિકલ સ્ટાફ દ્વારા સ્વસ્થ રહેવા માટે કેવી જીવનશૈલી અપનાવવી આ વિષય પર રોમાંચક અને ઉપયોગી માહિતી આપવામાં આવી. 

આ દરમિયાન ડૉ. રશ્મિ વર્મા અને સ્ટાફ નર્સ શ્રીમતી નિમિષા વોહરા અને ચેનારામ તેમજ ફાર્માસિસ્ટ શ્રી અમિત પરમાર પણ ઉપસ્થિત હતા.

******

BGBhogayata

b.sc.,ll.b.,dny

gov.accre.Journalist

8758659878

bhogayatabharat@gmail.com

 

 

[wptube id="1252022"]
Back to top button