Love You Mummy Pappa કહી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પર થી યુવક યુવતી એ પડતું મૂક્યું…

Love You Mummy Pappa કહી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પર થી યુવક યુવતી એ પડતું મૂક્યું…
બંને એ મોત ની છલાંગ લગાવતા પેહલા બનાવ્યો હતો વિડિઓ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો
નર્મદા જિલ્લાના વઘરાલી ના યુવક અને યુવતી ના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ
જુનેદ ખત્રી : રાજપીપલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી યુવાન અને યુવતીએ નર્મદા નદીમાં છલાંગ મારી મોતને વ્હાલું કરતા લોકોના ટોળેટોળા નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા હતા.

બનાવની વાત કરીએ તો ગરુડેશ્વરના બ્રિજ ઉપરથી આજરોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે પ્રેમી યુવક યુવતીએ નર્મદા નદીમાં મોતનો ભૂસ્કો માર્યો હતો. પુલ ઉપરથી નીચે પાણીમાં પટકાતા બંને યુવક યુવતીના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ આસપાસના ગ્રામજનોને તેમજ અવરજવર કરતા લોકોને થતા લોકોના ટોળે ટોળા પુલ સહિત નર્મદા નદી કિનારે ઉંમટી પડ્યા હતા.
યુવક યુવતીએ નર્મદા નદીમાં પુલ ઉપરથી ભુસ્કો માર્યાની ગરુડેશ્વર પોલીસને જાણ થતા ગરૂડેશ્વર પોલીસ ઘટના સ્થળે ત્વરિત જ દોડી આવી હતી, અને તરવૈયાઓ ની મદદથી મૃતકોની લાસો બહાર કાઢી હતી અને તેમની ઓળખ કરતા યુવક અને યુવતી વઘરાલીના હોવા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને તેઓના પરિવાર તેમના સંબંધને નહિ સ્વીકારે તેમ મનમાં સ્વીકારી બંને પ્રેમી પંખીડાઓ એ ગરુડેશ્વર પુલ ઉપરથી નદીમાં જમ્પ્લાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી છે
Love You Mummy Pappa કહી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પર થી યુવક યુવતી એ પડતું મૂક્યુંહતું
બંને એ મોત ની છલાંગ લગાવતા પેહલા વિડિઓ બનાવ્યો હતો જે સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો કરૂણ ઘટના બાદ પરિજનો માં શોકની લાગણી ફેલાઇ છે









