BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર વન વિભાગ નું ગૌણ પેદાશ કૌભાંડ બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા લાભાર્થી અને લાભાર્થીની જાણ બહાર લાભાર્થી બનાવીને નાણાં ચાઉં કરનાર કૌભાંડી અધિકારીઓ કોણ?

 

 

છાસવારે એ સીબી ના છટકામાં પકડાતા સરકારી અધિકારીઓ છતાં વર્તમાન અધિકારીઓની પૂંછડી વાંકી ને વાંકી

છોટાઉદેપુર જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં વન વિકાસ નિગમ માંથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવામાં આવી હતી.

જેમાં છોટાઉદેપુર તાલુકાના ધોળી સામલ ગામમાં ગામના બે વ્યક્તિઓ કે જે બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે અને તેઓના નામ ઉપર પણ રૂપિયા ચૂકવીને કૌભાંડ આચાર્યૂ હોવાનું બહાર આવ્યું હતું.

મળતિયા કર્મચારીઓના માધ્યમથી લાભાર્થીઓના ખોટા પુરાવા મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યુ છે.

છોટાઉદેપુર તાલુકાના ધોળીસામલ ગામના લાભાર્થીઓ ના પરિવાર દ્વારા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં એક લાભાર્થી સતીયાભાઈ ભજીડાભાઈ નાયકા કે જેઓ તા.૧૯/૧૨/ ૨૦૨૧ ના રોજ મૃત્યુ પામ્યા હતા. પરંતુ વન વિકાસના અધિકારીઓ દ્વારા મૃતક વ્યક્તિના નામે પણ રૂ. ૧૩,૨૦૦/- ચેક દ્વારા તેમજ ધોળીસામલ ગામના જ અન્ય તેરસિંગભાઈ જીનિયાભાઈ રાઠવા કે જેઓ તા.૯/૯/૨૦૨૦ ના રોજ મૈયત થઈ ગયા છે.તેઓના નામ પર પણ રૂ.૧૦૨૩૦/- રૂપિયા ચૂકવી દીધા ની માહીતી સામે સામે આવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button