
રાજુલા શહેરમાં 224 મી જલારામ જયંતિ ની નવી રીતે ઉજવણી કરવામાં આવી
યોગેશ કાનાબાર રાજુલા…

સમગ્ર દેશમાં પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતિ ઉજવવામાં આવે ત્યારે રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ આજે રાજુલા શહેર માં રઘુવંશી માટે આ દિવાળી જેવો ઉત્સવ ઉજવવામાં આવ્યો બેન્દવાજા સાથે રાસ ગરબા ની રમજટ સાથે આ શોભાયાત્રા શહેર માં નીકળેલ વહેલી સવાર થી મંદિરે ખાતે આરતી થી વિવિધ કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવેલી શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો હવેલી ચોક શાકમાર્કેટ પોલીસ સ્ટેશન હોસ્પિટલ ચોક એસટી બસ સ્ટેન્ડ પાવરહાઉસ ચોક થઈ ને આ શોભાયાત્રા જલારામ મંદિરે સમાપન થયેલ આ શોભા યાત્રા નું મુખ્ય માર્ગ માં આવેલ ખડપીઠ ના વેપારી ઓ એ પૂજ્ય જલારામ બાપાને ફુલહાર કરેલા શોભાયાત્રા દરમિયાન રસ્તામાં પાણી શરબત તેમજ લછી નું વિતરણ કરવામાં આવેલ બપોર ના અન્નકોટના દર્શન તેમજ હનુમાન ચાલીસા તેમજ મહાપ્રસાદ સહિત ના વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જલારામ બાપા ની આ જયંતિ નિમિતે જાફરાબાદ થી ખારવા સમાજ ની 300 જેટલી બહેનો દર્શનાર્થે આવેલ આજે રાજુલા શહેર ના તમામ રઘુવંશી ઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ ….









