પાલનપુર તાલુકાના જગાણા ખાતે ભૂતપૂર્વ વિધાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

17 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની જગાણાની શ્રી વિધાવિહાર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો તેમાં શૈક્ષણિક સંકુલના તમામ ભૂતપૂર્વ વિધાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને શાળાના આધસ્થાપક શ્રી હરિભાઈ પી.ચૌધરી ના માર્ગદર્શન નીચે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં પ્રાર્થેના અને દીપ પ્રાગટય અને સ્વાગત ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ ભરતભાઇ પટેલ,ધરતીબેન પ્રજાપતિ,જશવંતભાઇ જેગોડા, ડૉ.સંજયભાઈ ચૌધરીએ પોતાના શૈક્ષણિક સમયના ભૂતકાળના સંસ્મરણોના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ પ્રસંગે વિધાવિહાર સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખશ્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી હરિભાઈ પી. ચૌધરી, તેમજ મંત્રીશ્રી, અને ટ્રસ્ટીશ્રીઓ અને ઈ. આચાર્યશ્રી હરિભાઈ પટેલ, જગાણા સરપંચ પ્રહલાદભાઇ પરમાર, ડૉ.રાજેશભાઈ જેગોડા, કેશરભાઇ ચૌધરી, લાલજીભાઇ જુઆ, રામસુગભાઇ દેસાઈ, પૂર્વ આચાર્યશ્રી કરશનભાઇ જરમોલ,ભેમજીભાઇ ચૌધરી,પ્રવિણભાઇ ચૌહાણ, જેવા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમાં શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિધાર્થીઓ, વાલીઓ,શાળાનો તમામ સ્ટાફ ખડેપગે હાજર રહી આ કાર્યક્રમને શોભાવ્યો હતો વિશાળ સંખ્યામાં વિધાર્થી ભાઇ-બહેનો તેમજ ભૂતપૂર્વ વિધાર્થીઓ આ પ્રસંગે હાજર રહી સ્નેહ મિલન સમારોહ પ્રસંગને દિપાવ્યો હતો