DAHODFATEPURAGUJARAT

ફતેપુરા પોલીસ દ્વારા ગરીબ પરિવારોમાં મીઠાઈ આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા પોલીસ દ્વારા દિવાળી નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી, ફતેપુરા પોલિસ સ્ટેશન ના પી.એસ.આઈ. જે.બી. તડવી અને સ્ટાફ દ્વારા ગરીબ પરિવારો ને મીઠાઈનું વિતરણ કરી દિવાળી ની શુભકામનાઓ પાઠવામાં આવી. પોલીસના આ પ્રયાસથી સ્થાનિકોમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. જે લોકો દિવાળી મનાવતા લોકોને નીહાળી પોતાની દિવાળી સારી રહી હોવાનું માની લેતા હોય છે તેવા ગરીબ પરિવારોને સારી મીઠાઈની ભેટ આપી પોલીસે એક અનોખી પહેલ કરી છે. પોલીસના આ પગલાંને સમાજમાં પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે સાથે લોકો ફતેપુરા પોલીસના માનવીય અભિગમને બિરદાવી રહ્યા છે.પોલીસ કર્મીઓની કડકાઈના કારણે ઘણીવાર આપણે તેમને પસંદ કરતા નથી જોકે પોલીસની આ કડકાઈ મોટેભાગે પ્રજાહિત માટે જ જોવા મળતી હોય છે. ફતેપુરા પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોલીસકર્મીઓના માનવતાવાદી સ્વભાવના દર્શન કરાવ્યા હતા. ફતેપુરા પોલીસે જરૂરિયાતમંદ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પોલસીકર્મીઓ દ્વારા ગરીબ પરિવારોની મુલાકાત લઈ મિઠાઈઓનું વિતરણ કરીને તેમની દિવાળીની ખુશીઓ બમણી કરવો પ્રયાસ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button