
રાજુલા ના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ જ ભાજપ ના હોદેદારો સહિત આજે રાજુલા માં નાના મોટા વેપારીઓ પાસે પહોંચેલા અને વોકલ ફાયર લોકલ માં ખરીદી કરી પ્રોત્સાહિત કર્યા
દિવાળી તહેવાર શરૂ થતા વેપાર ધંધામા લોકો ખરીદી કરી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં ભીડ જોવા મળી રહી છે ત્યારે રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી રાજુલા શહેરમાં આજે વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો સ્થાનિક નાના મોટા વેપારીઓ પાસેથી નાગરિકોની જેમ ખરીદી કરવા નીકળ્યા ઉપરાંત દિવાળી તહેવાર નિમિતે વેપારીઓને મળી શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા પ્રથમ કેસરી નંદન મંદિરના દર્શન કરી શહેરના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી કાર્યકરો અગ્રણીઓ સાથે શહેરની મુખ્ય બજાર સુધી પોહચી નાના મોટા વેપારીઓ પાસેથી ખરીદી કરી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જોકે થોડા દિવસ પહેલા પણ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદની પ્રજાને સોશ્યલ મીડિયા માધ્યમથી લોકોને અપીલ કરી હતી આપણા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવી જેથી આપણા વેપારીઓ પ્રોત્સાહિત થશે
ત્યારે આજના આ કાર્યકમ માં મોટી સંખ્યામાં ધારાસભ્ય સાથે વિવિધ અગ્રણીઓ જેમ કે,પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવુભાઈ ખુમાણ,સાગરભાઈ સરવૈયા,હરસુરભાઈ લાખણોત્રા,પરેશભાઈ લાડુમોર,ગૌરાંગભાઈ મહેતા,સહિત વેપારી અગ્રણીઓ કાર્યકરો ખરીદીમાં જોડાયને નાના મોટી ખરીદી કરતા જોવા મળ્યા હતા અંત માં રાજુલા ની મહેતા સુપર માર્કેટ માં પણ ખરીદી કરેલ અને આ મોલ માં તમામ વેરાયટી વોકલ ફોર લોકલ હોય ત્યારે તેમને મહેતા સુપર માર્કેટ ને પણ શુભેચ્છાઓ પાઠવેલી અથવા રાજુલા પોલીસ સ્ટેશન ની પણ મુલાકાત લીધેલી અને ત્યારે રાજુલા પોલીસને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવેલી …









