BANASKANTHADEESA

બનાસકાંઠામાં સંસ્કૃતયુગની શરૂઆત, 1000 બાળકોને સંસ્કૃત બોલતા શીખવવામાં આવશે

ડીસા તાલુકાના જૂનાડીસા ડી.જે.એન મહેતા હાઈસ્કૂલમાં છેલ્લા 10 દિવસથી સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા શીખવાનો વર્ગ ચાલુ હતો આનંદ પરિવાર અને સંસ્કૃત ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ વર્ગનું આયોજન થયું હતું. જેમાં આનંદ પરિવારના 7 કાર્યકર્તા તેમજ ડી.જે.એન મહેતા હાઈસ્કૂલના 37 દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો. આજે સમાપન સમારોહમાં વિશેષ આમંત્રિતોની ઉપસ્થિતિ વચ્ચે બાળકોએ સંસ્કૃતમાં નાટક સહિત અલગ અલગ 8 પ્રસ્તુતિઓ સંસ્કૃત ભાષામાં કરી હતી.
દરેકને સંસ્કૃત પ્રારંભિકશિક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ વર્ગનું આયોજન ગોઠવાયું હતું. સંસ્કૃતભારતીના જિલ્લા સંયોજક શ્રી નિકેશભાઈ રાવલે આ વર્ગનું સફળ સંચાલન કર્યું હતું. સમાપન સમારોહમાં આનંદ પરિવારના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ શેઠનું શાળા પરિવાર વતી દ્વારા પ્રમોદભાઈ મહેતાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શિક્ષક અંકુરભાઈ મકવાણાએ વર્ગની વ્યવસ્થા સંભાળી હતી. આગામી સમયમાં આનંદ પરિવારના 7 કાર્યકર્તાઓ અનેક શાળાઓમાં સંસ્કૃતના વર્ગો ચલાવી બનાસકાંઠાના ગામડાના બાળકોની સંસ્કૃત બોલતા શીખવશે આવશે.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button