
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*“સ્વચ્છતા હી સેવા”* – *સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા પંચાયતમા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
સ્વચ્છતાને જીવનનુ અભિન્ન અંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનુ આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી હતી. જેના ભાગ રૂપે જિલ્લામા આહવા અને વઘઇ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમા પણ સાફ સફાઈ કરવામા આવી રહી છે. ઓફિસોના પ્રાંગણની સાથે કચેરીના રેકર્ડનુ વર્ગીકરણ પણ કરવામા આવી રહ્યુ છે. ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સરકારી કચેરીઓમા રેકર્ડ વર્ગીકરણની કામગીરીની સાથે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમા લોકો સ્વયંભું જોડાઈને સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને તેવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે. –









