
ચોરોનો આતંક : રાજપીપળા પોસ્ટ ઓફિસ માંથી રૂ.૨૧.૫૨ લાખની ચોરી થતા ચકચાર
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરની પોસ્ટ ઓફિસમાંથી લાખો રૂપિયા રોકડા રકમની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે

મળતી માહિતી અનુસાર પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર નરવતભાઇ રામસીંગભાઇ કોલચા,હાલ રહે.કરજણ કોલોની,મુળ રહે.ઉઘાવલા તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપલા ટેકરા ફળીયા ખાતે આવેલ નવી પોસ્ટ ઓફીસના પાછળના ભાગે આવેલ બારીના સળીયા કોઈ અજાણ્યા ચોરી એ કાપી અંદર પ્રવેશ કરી અંદર મુખ્ય ઓફીસના સળીયા કાપી ઓફીસમાં મુકવામાં આવેલ તિજોરીનો તાળાનો ભાગ કટરથી કાપી અંદર મુકેલ અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપીયા ૨૧,૫૨,૭૯૦/- રૂપીયાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
સામી દિવાળીએ પોસ્ટ ઓફિસમાં ચોરીના બનાવથી લોકો પણ મુશ્કેલી માં મુકાયા છે પોસ્ટ ઓફિસમાં થયેલ ચોરી થી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે









