
યોગેશ્ કાનાબાર રાજુલા..
ગુજરાત ના ગામડા ને બાવળ મુકત કરીને નવા નંદનવન બનાવશે – સજીવન ગ્રૂપ બનાસકાંઠા, કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર, રાજસ્થાન, પંજાબમા સજીવન ગ્રૂપ દ્વારા બાવળ મુક્ત રાજ્યની ઝુંબેશ ચાલે છે. જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત ભરમાં પ્રથમ રાજ્ય બાવળ મુક્ત કરવા માટે સજીવન ગ્રૂપની મુવમેંટ ચાલી રહી છે. આ એક સકારાત્મક અને લોક ભાગીદારીથી ચાલતું આંદોલન છે.તો મહુવા તેમજ રાજુલા ના એરિયામાં પણ આપણે આમંત્રણ આપીને મહુવા, ભાવનગર તેમજ રાજુલા પંથકને બાવળ મુક્ત કરી શકીએ છીએ. બધો આધાર આપણા સંકલ્પ પર છે.

સજીવન ગ્રૂપ ભારતમાં 23 રાજ્યોમાં અનેક બીજા ગ્રૂપ, NGO, ટ્રસ્ટ જોડે સહયોગમાં રહીને કામ કરે છે.
સજીવન ગ્રૂપ દ્ધારા અનેક પ્રકારની કામગીરી ચાલુ છે,
જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ, ઓર્ગેનિક સર્ટિફિકેટ માટે ખેડૂતો સાથેની પરિયોજનામાં ભારતના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગની ઓળખ અને હવે બાવળ મુક્ત વસુંધરા માટે તેઓએ અભિયાન હાથ ધર્યું છે.ઉપરાંત ભારતના દરેક પરિવારોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપચાર તેમજ હાઈ સ્ટાન્ડર્ડની પ્રાકૃતિક પ્રોડક્ટ્સને દરેક ઘર સુધી પહોંચાડવી, દરેક પરિવારોની સુખાકારી વધે અને નીરોગી જીવન બને તે માટેની દરેક કામગીરી હાલમાં દરેક વિસ્તારમાં કાર્યરત છે,હાલ સજીવન ગૃપ એ એક મોટુ બીડુ ઝડપ્યુ છે, ગુજરાતના લગભગ દરેક ગામડાંઓને Isap ફાઉન્ડેશન ના સહયોગ થી બાવળ મુક્ત કરવાનુ ભગીરથી અભિયાન શરૂ કર્યું છે, વિના મૂલ્યે બાવળ નિર્મળ કરી આપવામાં આવે છેે, તેનો ગામમાં જ બાયોચાર બનાવવામાં આવે છે, તેને ખેડૂતોને વિનામૂલ્યે અથવા તો સાવ નજીવી કિંમત આપીને ગામની જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવામાં છે, જેથી જમીનનું નવીનીકરણ થતાં એ અધિક સમૃદ્ધ બને છે.ગામ કે આપનું નગર બાવળ મુકત થયા બાદ આ જમીન ઊપર વૃક્ષો તેમજ ઔષધિઓ પણ વાવવામાં આવશે, હાલ આ કાર્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લા તેમજ તેના વિવિધ તાલુકાના ગામડામાંઓમાં ચાલુ છે અને થોડા જ સમયમાં માન. શ્રી આતાભાઈ વાઘના પ્રયત્ન અને સહકારથી આપણા વિસ્તારમાં રાજુલા જાફરાબાદ. ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં પણ બાવળ મુકત જમીનના ભગીરથ અભિયાનને ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યમાં સાથ-સહકાર આપનાર વ્યક્તિ સેવાના ભાવથી આવકાર્ય છે, તો આ બાબતે દરેક ગ્રામ પંચાયત જાગૃત થઇ પોતાના ગામને બાવળ મુકત કરવાના આ નેક કામમાં સહકાર આપી, સહભાગી બનો સજીવન સંસ્થાનો સંપર્ક કરી તમારા ગામને બાવળ મુકત કરવા માટે મંજૂરી આપો,
અને આપની ગ્રામપંચાયત નીચે આવતી દરેક જમીનમાંથી બાવળને મૂળ સહિત નિકાલ કરવાની મંજૂરી આપી સાથ અને સહકાર આપો. બાવળ કાઢ્યા બાદ આ સ્થળે વૃક્ષોનુ વાવેતર કરી શક્ય અને કાનૂની અનુકૂળતા હશે ત્યાં ગોચર બનાવીશું અને રખડતાં પશુઓને તાજો લીલો પણ મળી રહેશે જે પણ એક મોટો ફાયદો થશે નોંધ ..રાજુલા, મહુવા, જાફરાબાદ, તાલુકાના દરેક ગામોના સરપંચશ્રીઓએ પોતપોતાની હદમાં આવતી જમીન બાવળ મુક્ત કરવા માટે સજીવન સંસ્થાનો સંપર્ક કરવો.પંચાયતનો મંજુરીપત્ર નીચેના ફોન નંબરમાં મોકલવા માટે સૂચન છે.મહુવા-રાજુલા મેનેજરઆતાભાઈ વાઘ 9624964541શૈલેષ એમ. માળવી (પ્રજાપતિ)જનરલ મેનેજર – સજીવન ગૃપ 9510954256 નો સંપર્ક કરવો









