GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર ખાતે રૂ.૨૧૧ લાખના ખર્ચે ૩૦ જેટલા નંદઘરનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન

આસીફ શેખ લુણાવાડા

મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા મહીસાગર ખાતે રૂ.૨૧૧ લાખના ખર્ચે ૩૦ જેટલા નંદઘરનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા હસ્તે વડોદરા ઝોનમાં સમાવિષ્ટ ૭ જિલ્લા તેમજ ૧ મહાનગપાલિકાની કુલ ૧૩૩૭૩ આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર બેહનોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વડોદરા ઝોનમાં સમાવિષ્ટ ૭ જિલ્લા તેમજ ૧ મહાનગપાલિકા ની કુલ ૧૩૩૭૩ આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર બેહનોને ગણવેશ વિતરણ, વિભાગના વિવિધ પ્રકલ્પોના વિમોચન/ અનાવરણ તેમજ વિભાગના વિવિધ લાભાર્થીને સહાય વિતરણ તથા લાભાર્થીઓનું બહુમાન અને શ્રી અન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા-૨૦૨૩ના વિજેતાને ઈનામ વિતરણ કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર હસ્તે મહીસાગર જિલ્લાના બેતાલીસ પાટીદાર સમાજ ઘર, લુણાવાડા ખાતે રૂ. ૨૧૧.૦૦ લાખના ખર્ચે ૨૭ આંગણવાડી કેન્દ્ર “નંદઘર”નું “ઇ-લોકાર્પણ તથા ૩ આંગણવાડી કેન્દ્ર“ નંદઘર”નું “ઇ-ભૂમિપૂજન” કરવામાં આવ્યું.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે, પ્રધાનમનત્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે, બાળકી, દીકરી અને મહિલાને શિક્ષણ અને આરોગ્ય થકી સશક્ત બનાવી મજૂબત સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનાવવા અનેક યોજનાઓ અમલી બનાવી હતી. જેનો લાભ આજે રાજ્યની લાખો મહિલાઓને મળી રહ્યો છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દર વર્ષે થાય છે ત્યારે બાળકો રડતાં રડતાં આંગણવાડી અને શાળામાં જતાં હતા જ્યારે આજે બાળકો હસતાં રમતા શાળાઓમાં જાય છે તેનો પૂરેપૂરો શ્રેય આંગણવાડી બહેનોને જાય છે. આંગણવાડી બહેનોને સારી ક્વોલિટીની સાડી મળી રહે તે માટે સાડીમાં બજેટ વધારી પાટણના પટોળાં વાળી ડિઝાઇન વાળી સાડી જે આપણા ગુજરાતની ઓળખ છે તે સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે તે સાડી બહેનોને દિવ્ય શક્તિનો અહેસાસ કરાવે છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દરેક વિસ્તારમાં પૂરતી આંગણવાડી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ઝર્ઝરીત આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.મહિલાઓ જ્યારે પ્રેગ્નનેટ હોય ત્યારે તેના પોષણનું ધ્યાન રાખી તેઓને પોષણયુક્ત આહાર આપવો જોઈએ.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સહી પોષણ, દેશ રોશનનું સૂત્ર આપ્યું છે ત્યારે દરેક મહિલાએ પોતાનું યોગદાન આપી આ સૂત્રને સાર્થક કર્યું છે. રાજ્ય સરકાર બાળકના વિકાસ માટે પ્રયત્નશીલ છે. બાળકને પોષણની સાથે શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે માટે નવી આંગણવાડી સ્કૂલ સાથે જોડી બાળકનો સર્વાંગી વિકાસ કરીશું.

વધુમાં મંત્રીએ મિલેટ્સનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જાડું ધાન્ય પાક શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આપણા વિસ્તારમાં સાત પ્રકારના ધાન્ય પાક જોવા મળે છે. વધુને વધુ જાડા ધાન્ય પાકની ખેતી કરી આહાર માટે ઉપયોગ કરવો જોઈએ. સરકાર દ્વારા આ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર હસ્તે આંગણવાડી કાર્યકર તેડાગર ગણવેશ વિતરણ, મિલેટ્સ વાનગી ૧ થી ૩ વિજેતાને ગિફ્ટ હેમ્પર વિતરણ, રૂ.૨૧૧.૦૦ લાખના ખર્ચે ૩૦ જેટલા નંદઘરનું ઇ લોકાર્પણ અને ઇ ભૂમિપૂજન, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને સહાય વિતરણ, ગંગાસ્વરૂપા બહેનને પુંન: લગ્ન સહાય અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના લાભાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

 

 

[wptube id="1252022"]
Back to top button