પાલનપુર બનાસકાંઠા જિલ્લા ની પ્રજ્ઞાચક્ષુ હિમાંશી રાઠીએ ચાઈના ના હેન્ગઝાઉમાં માં પેરા ચેસમાં બે બોન્ઝ મેડલ મેળવી મહેશ્વરી સમાજ નું ગૌરવ વધાર્યું

6 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભારત નું ગૌરવ એવી ચોવીસ વર્ષિય હિમાંશી રાઠી જે પાલનપુર ના અગ્રીમ હરોળના બિઝનેસ પરસન અને આગવું નામ ધરાવતા ભાવેશભાઈ રાઠી ની સુપુત્રી હિમાંશી રાઠી એ ચીન ખાતે ભારત તરફથી યોજાયેલ એશિયન ઓલિમ્પિક ચેસ ટુર્નામેન્ટ માં ભારત નું પ્રતનિધિત્વ કરતા ચેસ ની રમતમાં બ્રોન્ઝ મેડલ અને રેપીડ રાઉન્ડ માં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ને ભારત દેશ સાથે ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ના મહેશ્વરી સમાજ નું નામ રોશન કરેલ છે.તે અનુસંધાને આજ રોજ મહેશ્વરી સમાજ દ્વારા તેનો સ્વાગત સમારોહ દ્વારા શહેરમાં રેલી કાઢી ને મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજ, મહેશ્વરી યુવક મંડળ તથા મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર દ્વારા ભવ્ય સન્માન, સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા સાથે હજુ બીજી સ્પર્ધા માં ભાગ લઈ હજુ ઉત્તરોતર પ્રગતિ કરે અને ભારત નું નામ વધુ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.આ અંગે ની વિસ્તૃત માહિતી આપતાં ગિરીશભાઈ રાઠી એ જણાવ્યું હતું.









