LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાની પરણીતાનો તૂટતો ઘર સંસાર બચાવવામાં મહિસાગર 181 ટીમ મદદ રૂપ બની.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાની પરણીતાનો તૂટતો ઘર સંસાર બચાવવામાં મહિસાગર 181 ટીમ મદદ રૂપ બની.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની એક ગામની 30 વર્ષીય પરણિતા ને તેમના પતિ ઘરમાં આવવા દેતા ન હતા આવો ફોન મહિસાગર 181 અભયમ ટીમ ને મળ્યો હતો મહિસાગર 181 અભયમ ટીમ પરણિતાએ આપેલા એડ્રેસ પર પહોંચીને હકીકત જાણી કે પરણિતા તથા તેમના પતિ જોડે ચાર દિવસ પહેલા ઝગડો થયો હતો તો પરણિતા ને પિયર જવું હતું તો પોતાનાં પતિ પિયર મૂકી આવ્યા હતા પરંતુ ત્યાં પરણિતા ની તબિયત બગડતાં તેઓ હોસ્પિટલ ગયા તો તેમને પ્રેગનન્સી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો પરણિતા પોતાનાં પિયર ગયા અને પછી સાસરી માં આવવાનો તેમને વિચાર આવ્યો કે હું પોતે પ્રેગનેટ છું અને પિયરમાં રહીશ તો લોકો મારા વિશે કેવું વિચારશે આથી તેમણે સાસરીમાં જવાનો નિર્ણય કર્યો તો પોતાનાં પિતા સાસરીમાં જવાનું ના પાડતા હતા છતાં તેઓ પોતાનો ઘર સંસાર તૂટે નહીં તેમ કરી પોતે સાસરીમાં ગયા પરંતુ પોતાના પતિ એ તેમનાં ઘરમાં આવવા દેવાની ના પાડી દીધી હતી કે તારા પિતાને લઈને આવ પછી જ તને ઘરમાં આવવા દઉં પરંતુ પરણિતા પિતાના વિરુધ્ધ માં જઈને સાસરીમાં આવ્યા હતા આથી પોતાના પિતા સાસરીમાં આવે તે શક્ય ન હતું આથી પરણિતા એ 181 અભયમ મહીલા હેલ્પલાઇન ટીમની મદદ માગી હતી બાદમાં પરણિતા ના પતિ સાથે 181 ટીમે લાંબો ટાઈમ સમજાવ્યા બાદ પરણિતાનો પોતાનાં ઘરમાં સ્વીકાર કર્યો તથા બંને પતિ પત્ની શાંતિથી સાથે રહેવા સમંત થયા હતા આથી પરણિતાને કાયદાકિય માહિતી આપવામાં આવી પરણિતાએ પોતાનો ઘર સંસાર તૂટતા બચ્યો હોવાથી 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button