GUJARAT

જંબુસર શહેર અને તાલુકા પાટીદાર ઉત્સવ સમિતિ દ્વારા સરદાર પટેલની ૧૪૮મી જન્મ જયંતિ ઉજવણી કરવામા આવી


જંબુસર શહેર અને તાલુકા પાટીદાર ઉત્સવ સમિતિ દ્વારા સરદાર પટેલની ૧૪૮મી જન્મ જયંતિ ઉજવણી કરવામા આવી હોવાના તથા જન્મ જયંતી નિમીત્તે રેલી નુ આયોજન કર્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર શહેર અને તાલુકા પાટીદાર ઉત્સવ સમિતિ દ્વારા સરદાર પટેલની૧૪૮ મી જન્મ જયંતિ ઉજવણી ઉત્સાહ પૂર્વક સમાજ ના તાલુકા માથી ઉપસ્થિત બંધુ ઓ ની વિશાળ હાજરી મા કરવાઆવી હતી.કાર્યક્રમ નો પ્રારંભ પટેલ વાડી જંબુસર ખાતે કરવામાં આવ્યો હતો. પટેલ વાડી ખાતે ના કાર્યક્રમ માં જંબુસર લેવા પાટીદાર સમાજના પ્રમુખ મનહર ભાઈ પટેલ તથા કલિયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ પટેલ તથા તાલુકા પંચાયત જંબુસરના પ્રમુખ નીતિનભાઈ પટેલ (ભોલાભાઈ) તથા ભરૂચ એસપીજી ગ્રુપના પ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં વિવિધ ગામોના પાટીદાર ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જંબુસરના અગ્રણી રાજુભાઈ પટેલ તથા બીપીન ભાઈ પટેલ તથા પાટીદાર યુવાન યશ પટેલ દ્વારા સરદાર પટેલના જીવન પ્રસંગોની પ્રેરક વાતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યક્રમ રેલીના સ્વરૂપમાં આગળ ધપાવવામાં આવ્યો હતો. જેમાં સભામાં ઉપસ્થિત સૌ રેલીમાં જોડાયા હતા. રેલી જંબુસર ના રાજમાર્ગો પરથી પસાર થઈ ટંકારી ભાગોળ સિકોતર માતાના મંદિર પાસે આવી પહોંચી હતી.જયા સરદાર પટેલની છબીને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલી સ્વરાજ ભવન જંબુસર ખાતે પહોંચી ને સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં કલીયારી વિભાગ પાટીદાર સમાજના સભ્ય જયેશભાઈ પટેલે સરદાર પટેલે જીવનમાં લીધેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગેની વાત કરી હતી. કાર્યક્રમમાં જંબુસર લેવા પાટીદાર સમાજના કમિટી સભ્ય દેવદત્તભાઈ પટેલે સરદાર પટેલના બાળપણના કેટલાક સાહસિક અને પ્રેરક પ્રસંગોની વાત કરી હતી.જંબુસર લેવા પાટીદાર સમાજના પ્રમુખ મનહરભાઈ પટેલે સરદાર પટેલ અને તેમના આંદોલનો વિશે વાત કરી હતી કાર્યક્રમના અંતમાં ધર્મેશભાઈ પટેલે કાર્યક્રમ ને સફળ બનનાવવા મા મદદરૂપ થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ બાદ મહેમાનોના હસ્તે દીવડા પ્રગટાવી સરદાર પટેલની ૧૪૮ મી જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button