આસીફ શેખ લુણાવાડા
એસ. એસ. સી. આઈ માણસા દ્વારા સિક્યુરિટી ટ્રેનિંગ માટેના એક દિવસીય રજીસ્ટેશન કેમ્પ યોજાશે
મહીસાગર જિલ્લામાં તા.૨૭ ઓકટોબેર થી ૩ નવેમ્બર સુધી કેમ્પનું કરાશે આયોજન
એસ. એસ. સી. આઈ. રીજઓનલ સિક્યુરિટી અને ઇન્ટેલિજેસ સર્વિસ ( ઈન્ડિયા ) લિમિટેડ સર્વોદય છાત્રાલય માણસા માણેકપુર રોડ,જી,ગાંધીનગર (ગુજરાત),ઉદેપુર (રાજસ્થાન) દ્વારા સિક્યુરિટી ટ્રેનિંગ માટેના એક દિવસીય રજીસ્ટેશન કેમ્પ યોજાનાર છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે એસ. કે. હાઇસ્કૂલ,કોટેજ હોસ્પિટલ પાસે તા.૨૭/૧૦/૨૦૨૩, વિરપુર તાલુકાના સી. એમ. દેસાઇ હાઇસ્કૂલ ખાતે તા. ૨૮/૧૦/૨૦૨૩ , બાલાસિનોર તાલુકાના કરુણાનિકેતન હાઇસ્કૂલ ખાતે તા.૩૦/૧૦/૨૦૨૩, ખાનપુર તાલુકાના કે. એમ. દોશી હાઇસ્કૂલ,બાકોર-પાંડરવાડા ખાતે તા.૦૧/૧૧/૨૦૨૩, કડાણા તાલુકાના સરકારી ઉ. માં. શાળા,દિવડાકોલોની ખાતે તા.૦૨/૧૧/૨૦૨૩, સંતરામપુર તાલુકાના જે. એચ. મહેતા હાઇસ્કૂલ ખાતે તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ થી બપોરના ૦૩.૦૦ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા ગાર્ડ માટે ઉમેદવારની ૧૦ મુ પાસ,ઊચાઇ ૧૬૭.૫ સે. મી ,છાતી ૮૦ સે. મી. થી ૮૫ સે. મી ,ઉમર ૨૧ થી ૩૭ વર્ષ વજન ૫૬ કિલો થી ૯૦ કી. મી ગ્રામ અને સુરક્ષા સુપેરવાઈઝર માટે ૧૨ પાસ શેક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર ૧૦ અને ૧૨ ની માર્કશીટ ,પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, આધારકાર્ડ લઇને હાજર રહેવા જણાવ્યું છે.









