
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા સૂબિર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણથી આદિવાસી સમાજના લોકોને થતી અસરના મામલે ચર્ચા કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાની સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મામલે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે અને લોકોને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ત્યારે આ તાલુકા કોંગ્રેસ કારોબારી મિટિંગમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, કોંગ્રેસ મહામંત્રી મુકેશ પટેલ, જિલ્લા એસટી સેલ પ્રમુખ હરેશ ચૌધરી, સુબિર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ ગાંગુડે, નાથુ પવાર, દેવરામ ગવળી, દાનલે બરડે,સુરેશ ખેર વગેરે ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યું હતુ કે, આહવા સિવિલ હોસ્પિટલનો ખાનગીકરણ કરવામાં આવનાર છે. હોસ્પિટલના ખાનગીકરણથી આદિવાસી સમાજના લોકોને ગંભીર નુકસાન થવાનો છે. આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે. તે હંમેશા આદિવાસી વિરોધી યોજનાઓ લાવે છે અને આદિવાસી લોકોનું શોષણ કરે છે.જેમા ડેમ હોય કે હોસ્પિટલનું ખાનગીકરણ હોય કે પછી ફોર લેન અને રસ્તાઓના નામ પર જંગલનું નિકંદન કરતા હોય જેથી આદિવાસીઓનું જ શોષણ થતું હોય તેવુ જણાઈ રહ્યુ છે..





