ટંકારા વિશ્વ મહિલા દીવસ ની પટેલ સમાજ વાડી હરબટીયાળી મુકામે ઉજવણી કરવામાં આવી..

ટંકારા વિશ્વ મહિલા દીવસ ની પટેલ સમાજ વાડી હરબટીયાળી મુકામે આયોજન કરાયું
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી “નારી તું નાઘખણપટઠરાયણી”શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા મહિલા સમિતિ* આયોજીત 8 માર્ચ ના રોજ વિશ્વ મહિલા દીવસ અનુસંધાને શ્રી પટેલ સમાજ વાડી હરબટીયાળી મુકામે કાર્યક્રમનુ આયોજન કરવામાં માં આવેલ જેમાં
કાર્યક્રમ નાં શ્રી ગણેશ વૈદિક પરંપરાને અનુસરી હવન થી કરી ત્યાર બાદ વિવિધ ક્ષેત્ર માં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ નારિશક્તીઓ નું સમ્માન કરી કાર્યક્ર્મ ને આગળ વધાવતા નારીશક્તિ દ્વારા માર્ગદર્શિત બાળકો ની બાલકૃતી
વિશેષ મહેમાન વક્તા પ્રભાબેન દ્વારા નારી નાં વિવિધ રોલ એક આદર્શ દીકરી, બહેન, નણંદ,પત્ની , માતા,વહુ, દેરાણી, જેઠાણી કે સાસુ જેવી વિવિધ જવાબદારીઓ ને કેવી રીતે શ્રેષ્ઠ નિભાવવી તેનું વક્તવ્ય ત્યાર બાદ ગાયનેક ડો. મોનાલી દ્વારા આરોગ્યપ્રદ જીવન વિશેષ ગર્ભધારણ સંસ્કાર અંતર્ગત કાળજી, સાવચેતી, પરેજી નિર્ભય થઈ સાવધ રહી કેવી રીતે નિરોગી રહિ ઉત્તમ બાળક ને જન્મ આપી ઉત્તમ માતા બનવું
ફરી બાલકૃતી ત્તથા આભારવિધિ કરી અંતે અલ્પાહાર લઈ કાર્યક્ર્મ નું વિધિવત્ સમાપન કર્યું








