AHAVADANGGUJARAT

અસત્ય પર સત્યનાં વિજય સમાન દશેરાનાં પાવન પર્વની ડાંગ જિલ્લામાં ભવ્ય ઉજવણી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવરાત્રીનાં પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની સમગ્ર ડાંગ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દિવસ દરમિયાન શસ્ત્ર સહીત વાહનોની પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને સાંજે અમુક સ્થળોએ રાવણ દહન કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લામાં નવરાત્રીમાં નવદુર્ગાના સ્વરૂપની આરાધના કરવામાં આવી હતી. અને નવરાત્રિની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી.જે બાદ નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની પણ સમગ્ર ડાંગ જિલ્લામાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.  ડાંગનાં વઘઈ, શામગહાન,આહવા,સુબીર વગેરે ગામોમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો.અને રાવણના પૂતળા બનાવી તેનું દહન કરી અધર્મ પર ધર્મના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.તેમજ જિલ્લાના કેટલાક સ્થળોએ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ક્ષત્રિય સશસ્ત્ર પૂજન માં મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ દશેરા નિમિત્તે મંદિરમાં ભગવાનને સુંદર શણગાર કરી સજાવવામાં આવ્યા હતા. આમ સમગ્ર ડાંગ જિલ્લામાં દશેરાના પર્વ નિમિત્તે હરસેલા સાથે શ્રદ્ધા – ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ ફાફડા અને જલેબીની જયાફત માણી હતી..

[wptube id="1252022"]
Back to top button