હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પ યોજાયો,કેમ્પમાં 280 દર્દીઓએ લાભ લીધો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૯.૨૦૨૩
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા પ્રથમ બે વર્ષની જેમ ત્રીજા વર્ષની શરૂઆત પણ ધમાકેદાર મેગા મેડિકલ કેમ્પ દ્વારા આજરોજ રવિવાર તારીખ 3/9/2023 ના રોજ નવ નિર્મિત કાનહા કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો. હાલોલ ના ડો.જયેશ મારુ, ડો. પુષ્પા મારુ,ડો. ધાર્મિક શર્મા, ડો. કાજલ શર્મા તથા વડોદરાના વાયટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. નિકેત પાઠક, ડો. આકાંક્ષા બંસલ, ડો. પ્રિયંકા રાણા અને ડો. વિશાલ શાહ એ પોતાની નિ:શુલ્ક સેવા આપી લગભગ 280 દર્દીઓને તપાસીને માર્ગદર્શન આપ્યું હતું. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ કેમ્પને ખુલ્લો મુકતા ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પારીખ દ્વારા સ્વાગત કરવા સાથે ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો અને આગામી સમયમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ક્લબના મંત્રી હાર્દિક જોશીપુરા દ્વારા ડોક્ટર મિત્રો સહિત ક્લબના સભ્યો, પત્રકાર મિત્રો તથા કાનહા કોમ્પ્લેક્સ ના કરતાહર્તાઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો. પૂજન મેટરનિટી હોસ્પિટલ માં અન્ય ડોક્ટર્સને પણ કન્સલ્ટેશન માટે રૂમ્સ ફાળવી એ બદલ તેઓનો પણ આભાર માન્યો. રોટરી ક્લબ તરફથી પ્રમુખ, મંત્રી ઉપરાંત અન્ય સભ્યો નિમેશ પંચાલ, જીગ્નેશ શાહ, બ્રિજેશ ત્રિવેદી, દિલીપ ચોકસી, અમરીશ ઠક્કર, રાકેશ સિહોરા તથા દિલીપ શાહ વિગેરે સભ્યોએ પણ કેમ્પમાં હાજરી આપી હતી હતી.આ સાથે આ મેગા મેડિકલ મેડિકલ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો.