GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના ચાંપલાનાર ખાતે આંતક મચાવનાર કપિરાજનું રેસક્યુ કરાયું

હિંમતનગરના ચાંપલાનાર ખાતે આંતક મચાવનાર કપિરાજનું રેસક્યુ કરાયું

*********

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં વન વિભાગ દ્વારા આંતક મચાવનાર કપિરાજનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચશ્રી દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચાંપલાનાર ગામમાં એક કપિરાજ આંતક મચાવીને લોકોને કરડી જતા હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાએ પણ આતંક મચાવનાર કપિરાજનું રેસ્ક્યુ થાય એ માટેના દિશા નિર્દેશ કર્યા હતા. આ જાણકારી મળતા જ ડીસીએફશ્રી હર્ષ ઠકકર,એસીએફશ્રી વી. આર.ચૌહાણ,રાયગઢ આરએફઓશ્રી એ.એમ સિસોદિયાની રેખદેખ હેઠળ ૨૫ થી ૩૦ નો સ્ટાફ ખડે પગે રહી આતંક મચાવનાર કપિરાજનું રેસ્કયુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કપિરાજનું રેસ્ક્યૂ કરવા માટે અમદાવાદ થી કપિરાજના રેસ્ક્યું માટેના સ્પેશ્યાલીસ્ટ સચીનભાઈ દેસાઈ અને તેમની ટીમ તથા રાજસ્થાનના અનુભવી સૈયદ મુકતારઅલી મન્સુરઅલીને બોલાવવામાં આવ્યા હતા. પાંચ દિવસની જહેમત બાદ કપિરાજનું સફળ રેસ્ક્યુ કરાતા ચાંપલાનાર ગામમાં શાંતિનો માહોલ સર્જાયો હતો.

*********

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button