આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતે લાઇબ્રેરી તેમજ નગરની વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ.

સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે આજરોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતે લાઇબ્રેરી તેમજ નગરની વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ.
અત્રે નોંધનીય છે ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થશે.









