જૂનાગઢ જિલ્લા સહિત દેશભરમાં નવરાત્રી ને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે મોટા ભાગના શહેરોમાં રાસોસ્તવનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેમાં કેશોદ શહેરમાં કેશોદ તાલુકાના કોળી સમાજ દ્વારા રાસોસ્તવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેશોદ શહેર ખાતે તાલુકા ભર માંથી લોકો બહોળી સંખ્યામાં ગરબાની મોજ માણવા માટે પહોંચ્યા હતા અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે જુમિયા હતા જ્યારે નવરાત્રીના આ કાર્યકમ માં ખેલૈયાઓ અલગ અલગ પ્રકાર ના ટ્રેડિશનલ ડ્રેશ પહેરીને એન્ટ્રી કરી હતી ત્યારે આવેલા દર્શકો માટે ખેલયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે આ કાર્યકમમાં કેશોદ તાલુકા,માળીયા તાલુકા તેમજ માંગરોળ અને પોરબંદરના ગામડાઓ માંથી પણ લોકો બહોળા પ્રમાણમાં જોવા મળ્યા હતા આ સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા જ્યારે આ કાર્યકમમાં ટ્રેડીશનલ ડ્રેશમાં અને સારું પર્ફોમશ કરનાર ખેલાડીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ