DANG

ડાંગ જિલ્લાની કરજડા દુધ ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી રદ કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની શ્રી મહિલા સંચાલીત કરજડા દુધ ઉત્પાદક સહકારી મંડળી નોંધણી રદ કરાઇ છે. ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સુબીર તાલુકાની શ્રી મહિલા સંચાલીત કરજડા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ને મંડળી ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ કરવામા આવેલ હતો. ફડચા અધિકારીશ્રીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button